21 - આપણે પોતાને સમજાયા નથી / અંકિત ત્રિવેદી


આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.

તું જ તારી પાસમાં છે ડર નથી,
રાત છે ને કોઈ પડછાયા નથી.

આટલા ચર્ચાયા એ પૂરતું નથી?
વાત જુદી છે કે વખણાયા નથી.

ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.

સાંભળીને આઘાપાછા થઈ ગયા,
સારું છે કે કોઈ ભરમાયા નથી!


0 comments


Leave comment