69 - ગત સમય નભ તોડીને નીસરી શકે / મનોજ ખંડેરિયા


ગત સમય નભ તોડીને નીસરી શકે
ક્યાં સુધી કોઈ તને વિસરી શકે ?

આ ક્ષિતીજો બ્હાર ચાલી ગઈ સીમા
કોણ તે નકશો નવો ચીતરી શકે ?

ક્યાં ખબર એવી હતી પડછાયો પણ –
શ્વાસમાં ઊંડે સુધી ઊતરી શકે ?

વાણીથી પલળી ગયા તો શું થયું ?
વસ્ત્ર માફક શબ્દ પણ નીતરી શકે

જે સમયનું નામ માટી છે હજી,
શક્યતાનાં ફૂલ ત્યાં ઊછરી શકે !


0 comments


Leave comment