22 - ભરસભામાં ચૂપ રહી તાવ્યો મને / અંકિત ત્રિવેદી


ભરસભામાં ચૂપ રહી તાવ્યો મને,
જોયું! કેવી રીતે અપનાવ્યો મને?

હું જુદી રીતે થયો છું શુદ્ધ જો!
દૂરથી જોઈને અભડાવ્યો મને.

હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.

તેં મને તારા વિશે સાચું કહ્યું,
ફક્ત મારા માટે ભરમાવ્યો મને.

તું જ સમજાવે છે કંઈ એવું નથી,
તારી જેમ જ મેંય સમજાવ્યો મને!


0 comments


Leave comment