23 - કાપ મૂકવા માંડ્યો અંધારે, બહુ ભારે કરી / અંકિત ત્રિવેદી


કાપ મૂકવા માંડ્યો અંધારે, બહુ ભારે કરી,
પડછાયા હડતાલના આરે, બહુ ભારે કરી.

સ્વપ્ન તો તાજું જ ઊઘડેલું છતાં થાકી ગયું,
આંખમાં ડૂબેલ અખબારે, બહુ ભારે કરી.

ના, નથી ગમતા ઘણા ચહેરાઓ ઝીલવા જાત પર,
દર્પણો એ વાત સ્વીકારે, બહુ ભારે કરી.

આપણે સાચા સમાચારો બનીશું એક દિ',
રોજ અફવા આવું વિચારે, બહુ ભારે કરી!

બોજ પાંપણનોય ઊંચકાતો નથી હોતો અને,
એમણે આપેલ જન્મારે, બહુ ભારે કરી.


0 comments


Leave comment