24 - તું મને ન શોધ ક્યાંય આસપાસમાં / અંકિત ત્રિવેદી


તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે?
સ્વપ્નમાં સાથે હશું કોઈ પ્રવાસમાં.

સૂર્ય જેમ કોઈનામાં હું સવારથી,
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં.

માર્ગમાં કોઈક તો ભૂલું પડ્યું હશે,
નીકળ્યો હશે પછી પવન તપાસમાં.

તું મથામણો કરી ગઝલ લખી તો જો!
હું તને મળી જઈશ કો'ક પ્રાસમાં.


0 comments


Leave comment