81 - રોપો રે રોપા રામના / મનુભાઈ ત્રિવેદી ' સરોદ'


રોપો રે રોપો રે રોપા રામના હો જી,
    એમાં ભગતિનાં આવે રૂડાં ફૂલ;
મઘમઘ સુંગધી આવે મ્હેકતી હો જી,
    એમાં ત્રણ રે ભુવન તારાં ડૂલ : -
રોપો રે રોપો રે રોપા રામના હો જી.

મન રે બગિયાં ને જીવન વાવડી હો જી,
    માળી મન મોહન ઘેલો પ્રાણ;
ખાતરમાં સમરણ શરવણ નામનાં હો જી,
    આવી સુરભિ કે ફોરે તતખેવ ત્રાણ : -
રોપો રે રોપો રે રોપા રામના હો જી.

તડકે તપવા એ રોપા ખીલતા હો જી,
    ઝીલી ટાઢના ટપારા પાવે રૂપ;
વર્ષાના ધમકારે ઊંડા ઊતરે હો જી,
    ફૂલડાં ઊતરે ત્યાં રંગીન અનૂપ : -
રોપો રે રોપો રે રોપા રામના હો જી.

ફળ રે કેવાં ને કેવાં સ્વાદવાં હો જી,
    આ તો, ભાઈ, ફૂલડાંની સુંગધ;
નહીં રે ભૂકતિ મુક્તિની ઝખના હો જી,
    ફોરમું એ તોડે સઘળા બંધ : -
રોપો રે રોપો રે રોપા રામના હો જી.


0 comments


Leave comment