78 - છીએ લથબથ લથબથ ગાઢ / મનોજ ખંડેરિયા


છીએ લથબથ લથબથ ગાઢ
પ્હેરીને ઊભા આષાઢ

લોહીમાં ઓચિંતા સાવ –
આવ્યા રે ખુશબૂના બાઢ

નવસેકા તડકામાં ચાલ !
જીવતર તો કડકડતી ટાઢ

પગલું ના મંડાતું એક
પગમાં છે ભાષાના વાઢ

ઊંડાણે છું દઈ દે હાથ !
બ્હાર હવે કૂવાથી કાઢ


0 comments


Leave comment