34 - મૌન ને શબ્દો વચાળે ભેદ છું / મનોજ ખંડેરિયા
મૌન ને શબ્દો વચાળે ભેદ છું
વાતમાં હું કૈં નથી પણ વેદ છું
ધમપછાડા બ્હાર નીકળવા કરું,
હું જ મારામાં જનમથી કેદ છું
થાક લાગ્યો શબ્દને તે થાક હું,
વાણીના ભાલે પ્રકટ પ્રસ્વેદ છું
આ વસંતોત્સવ મુબારક છે તને !
હું ફૂલોના હૈયે જન્મ્યો ખેદ છું
શ્વાસ ને મૃત્યુના ભાગાકારમાં
સામસામો જે ઊડ્યો તે છેદ છું
વાતમાં હું કૈં નથી પણ વેદ છું
ધમપછાડા બ્હાર નીકળવા કરું,
હું જ મારામાં જનમથી કેદ છું
થાક લાગ્યો શબ્દને તે થાક હું,
વાણીના ભાલે પ્રકટ પ્રસ્વેદ છું
આ વસંતોત્સવ મુબારક છે તને !
હું ફૂલોના હૈયે જન્મ્યો ખેદ છું
શ્વાસ ને મૃત્યુના ભાગાકારમાં
સામસામો જે ઊડ્યો તે છેદ છું
0 comments
Leave comment