0 - પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને / મનોજ ખંડેરિયા


પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં-
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા પગને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોલિયો ; હું ગઝલનો દીવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને


1 comments

NeelPrajapati

NeelPrajapati

Jul 06, 2020 09:26:51 AM

waah waah.

0 Like


Leave comment