9.11 - મ્યુઝિયમ- ભગવાન જીવે છે યુગો સુધી / સંવાદ /જ્વલંત છાયા


    ક્યારેક સર્પની જેમ દંશ દેતો સમય હંમેશાં સર્પની જેમ સરકતો રહે છે, સતત વહેતો રહે છે. બ્રહ્માંડમાં સતત પુનરાવર્તન પામતી કોઈ ઘટના હોય તો એ છે પરિવર્તન અને આ વહેતા સમયને પ્રત્યક્ષ રીતે યથા સ્વરૂપ માણસ ક્યારેક સ્થગિત કરી નથી. કદાચ એટલે જ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને રેકોર્ડિંગ જેવી શોધો મનુષ્યએ કરી હશે. વિતેલા સમયને ભૂતકાળ કે ઇતિહાસને સાચવીને પેઢીઓ સુધી તેને જીવંત રાખવા માટે જે-જે માધ્યમો માણસે અપનાવ્યા તેમાં મ્યુઝિયમ ઘણું મહત્વનું માધ્યમ છે. મ્યુઝિયમ એક એવુંસ્થાલ છે જ્યાં યુગો પહેલાં વિતેલી ક્ષણ જીવી શકે છે, મ્યુઝિયમમાં સમયનો અવાજ નહીં પરંતુ સમયનાં પડઘા રેકોર્ડેડ હોય છે. વર્ષો પહેલાં ઘડાયેલા શિલ્પો, ઉપયોગમાં લેવાયેલાં શસ્ત્રો. પહેરાયેલાં વસ્ત્રોનું સંગ્રહાલય સામાન્ય લોકરુચિનો વિષય નથી. એ કમનસીબી છે પણ હકીકત છે કે મ્યુઝિયમ ઇતિહાસનો અરીસો છે.

    ઇતિહાસનાં અંશો, ભૂતકાળના પડઘા અને દરેક યુગની આગવી જીવનધારા, ઉતાર ચઢાવ, લોકરુચિ કે લોકશૈલીને સંગ્રહવા માટે મ્યુઝિયમ શ્રેષ્ઠ સ્થાન છે. ભારતમાં ૧૭૪ અને ગુજરાતમાં ૩૯ મ્યુઝિયમ્સ છે જેમાંરજવાડાના ઇતિહાસ, પુરાણોના સંદર્ભો, ધર્મગ્રંથોની હસ્તપ્રતો, શહેરોનો વિકાસ જેવી પરંપરાગત બબત્પ ઉપરાંત પતંગ મ્યુઝિયમ સ્પોર્ટ્સ મ્યુઝિયમ, પોસ્ટલ મ્યુઝિયમ પણ છે... મ્યુઝિયમનો ઇતિહાસ એવો રસપ્રદ અને લાંબો છે કે હવે તેના માટે જ એક અલગ મ્યુઝિયમ બનાવવું જોઈએ.

    ચંડીગઢના મ્યુઝિયમમાં નિરાંતે લટાર મારતાં મારતાં એક વિચાર આવ્યો હતો. સો ટકા મૌલિક વિચાર આવ્યો હતો. ભરતનાં પ્રથમ ૧૦ શહેરોમાં જેની ગણના થાય છે તે ચંદીગઢના મ્યુઝિયમમાં ૧૩મી સદી, ૧૧મી સદી, ૧૫મી સદીનાં શિલ્પો છે. પથ્થરની ઘડેલી મૂર્તિઓ છે. ભારતની સ્થાપત્યકળાની જાહોજલાલીની સાક્ષી આપતી ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને તે સમયનાં ધાર્મિક સંદર્ભોની સુરમ્ય પ્રતિમાઓ છે. તે જોઈને એવો વિચાર આવ્યો હતો કે માણસ જો ભગવાનનું બનાવેલું પ્રાણી હોય તો ભગવાને બનાવેલો માણસ વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે ૧૦૦ વર્ષની અંદર ખલાસ થઈ જાય છે, જયારે માણસનો બનાવેલો ભગવાન જીવે છે, ટકે છે વર્ષો સુધી, સૈકાઓ સુધી મ્યુઝિયમમાં.


    હા, મ્યુઝિયમો માનવ જીવન અને તેની સાથે સ્ન્કાલાયેલી અનેકાનેક બાબતોનું સંગ્રહ સ્થાન જ નહીં વહી ગયેલા સમયનાં અંશોને સાચવવાનું સ્થળ છે. અને કોઈપણ મ્યુઝિયમનું મૂલ્ય કે મહાત્મ્ય તે જેમ જૂનું થતું જાય, જેમ જેમ પેઢીઓ બદલાતી જાય તેમ તેમ વધતું જતું હોય છે.

    ભારતનાં વખાણતાં અનેક મ્યુઝિયમો પૈકી ચંદીગઢના એક જ પરિસરમાં આવેલાં ત્રણ મ્યુઝિયમોનું મહત્વ ઘણું છે. ચંડીગઢમાં એક મ્યુઝિયમ છે તે સિટી મ્યુઝિયમ છે. ત્યાં ભાલા, તલવાર બખ્તર કે પાઘડી નથી પરંતુ સમગ્ર શહેરની સ્થાપના અને વિકાસયાત્રાની તવારિખી વિગતો છે. હિન્દુસ્તાનમાં ભાગલા પછી રચાયેલા આ નગરની સ્થાપના પૂર્વે ઇજનેરી માપદંડોથી તેને વસાવવાનું સુદીર્ઘ અને વિશેષ દ્રષ્ટિકોણવાળું જે આયોજન કરવામાં આવ્યું હતું તેની વિગતો, ફોટોગ્રાફ્સ છે. ચંડીગઢની સ્થાપના વખતે જવાહરલાલ નેહરુએ આપેલું મંતવ્ય મોટો અક્ષરોમાં ત્યાં છે શહેરનું સેક્ટરો બનું આયોજન અને વિદેશી ઇજનરોએ બનાવેલા તેના નક્શા, તેની ડિઝાઈન, ઇજનેર સાથે નેતાઓની ચર્ચો ક્યા સોફા પર બેસીને ચંડીગઢનો નકશો બનાવવાની શરૂઆત થઈ વગેરે વિગતો અહીં છે.

   જે સ્મારક કે સ્થાપત્ય અત્યારે હોય તેના વાસ્વિક નક્શા તેની આંકડાકીય વિગતો તેમજ તે વ્બનાવતી વખતે શું ચર્ચા થઈ હતી તે પણ અહીં છે. ચંડીગઢનો ૫૦ વર્ષોનો ઇતિહાસ અહીં જીવે છે. પ્રત્યેક નગરે પોતાની વિકાસયાત્રાની આવી સ્મૃતિ રાખવી જોઈએ, આયોજન અને વિકાસની ફોતોગાફ સહિતની વિગતો હોવી જોઈએ. ગુજરાતનાં એન મેગેઝિને એક પ્રયોગ કર્યો હતો. રાજકોટની કેટલીક જગ્યાઓની તસ્વીરો છાપવાનો, આજથી અમુક વર્ષો પહેલાં ત્યાં શું હતું અને આજે શું છે બંને તસ્વીરોની સરખામણીથી શહેરમાં થતા ફેરફારો જોઈ શકાય છે.

    ચંડીગઢના એ મ્યુઝિયમની બાજુમાં જ આર્ટગેલેરી પણ છે અને ઐતિહાસિક મ્યુઝિયમ છે જ્યાં જૈનશાસ્ત્ર, કુરાન, ગુરુગ્રંથ સાહેબ, વેદ વ્યાસ રચિત મહાભારત વગેરેની મેન્યુસ્ક્રીપ્ટ એટલે કે હસ્તપ્રતો સંચવાયેલી પડી છે. દેશનાં અનેક વિસ્તારોમાંથી મળેલી-મેળવેલી રમણીય પ્રતિમાઓ ત્યાં પડી છે. માણસનો બનાવેલો ભગવાન ત્યાં જીવી રહ્યો છે.

    વાત માત્ર ચંડીગઢનાં મ્યુઝિયમની નથી ભારતમાં મોટાં શહેરોમાં. નાના નગરોમાં અનેક મ્યુઝિયમો છે જેમાં ઐતિહાસિક વારસો સચવાયો છે અને ભારતમાં તો તેની શરૂઆત ઘણી મોદી થઇ. યુરોપમાં, ગ્રીસમાં, મ્યુઝિયમો ૧૯મી સદીમાં ૧૮મી સદીમાં સ્થપાઈ ગયા હતા, મ્યુઝિયમનો આ ઇતિહાસ એટલો રસપ્રદ અને લાંબો છે કે હવે તેના માટે જ એક મ્યુઝિયમ બનવું જરૂરી બન્યું છે.

    ગ્રીક શબ્દ પરથી આવ્યું મ્યુઝિયમ. મ્યુઝનો અર્થ ગ્રીસની ભાષામાં મુજબ થાય મંદિર અથવા પવિત્ર સ્થળ. ગ્રીસમાં પહેલાં કળાની દેવીનું જ્યાં પૂજન થતું તે સ્થળને મ્યુઝ કહેવાતું તે સ્થળ પછીથી મ્યુઝિયમ તરીકે ઓળખાયું. આધુનિક મ્યુઝિયમનો ખ્યાલ ૨૦૦ વર્ષ પહેલાં પશ્ચિમ યુરોપમાં ઉદ્દભવ્યો. યુરોપમાં ૧૭૫૩માં બ્રિટિશ મ્યુઝિયમ સ્થપાયું. જે ૧૭૫૯માં લોકો માટે ખુલ્લું મુકાયું. રોમમાં ૧૭૭૭માં વિયેનામાં ૧૭૮૧માં અને પેરિસમાં ૧૭૯૩ તેમજ બર્લિનમાં ૧૮૩૦માં મ્યુઝિયમની સ્થાપના થઈ.

    ભારતમાં લોર્ડ કર્ઝનનાં સમયથી ૧૮૧૪ થી ૧૮૦૨ દરમિયાન મ્યુઝિયમ સ્થપાયા. ૧૮૪૦માં કલકત્તા સરકારે આર્થિક ભૂસ્તર વિદ્યા મ્યુઝિયમની શરૂઆત કરી હતી જયારે કરાંચીમાં ૧૮૫૧માં વિક્ટોરિયા મ્યુઝિયમ સ્થપાયું હતું. લગભગ એ જ અરસામાં ગ્રાન્ડ મેડિકલ કૉલેજ મુંબઈએ એશિયાનું સર્વપ્રથમ મ્યુઝિયમ સ્થાપ્યું. ૧૮૫૭માં ભારતમાં ૧૨ મ્યુઝિયમો હતા તેવી નોંધ મ્યુઝિયમોના વિષય પર ડૉક્ટરેટ કરનાર ઈલાબેન વછરાજાનીનાં મહાશોધ નિબંધમાં છે.

    મહારાણી વિક્ટોરિયાની રજત જયંતિ સમયે મ્યુઝિયમનો ફેલાવો વધ્યો હતો. ભારતમાં લખનૌમાં ૧૮૬૩માં, લાહોરમાં ૧૮૬૪માં, બેંગ્લોરમાં ૧૮૬૬માં મ્યુઝિયમ સ્થપના થઈ હતી.

    કલકત્તામાં ૨ ફેબ્રુઆરી ૧૮૧૪ના રોજ સ્થપાયેલું ઇન્ડિયન મ્યુઝિયમ સ્થાપત્ય કળા, જૂના સિક્કાઓનો વારસો સાચવીને બેઠું છે. ૨૯મી માર્ચ ૧૯૫૪ના રોજ સ્થપાયેલી નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ દિલ્હીમાં છે, દિલ્હી દર્શનની બસમાં તેની સમાવેશ નથી માટે સામાન્ય પ્રવાસી તેનાથી વાકેફ નથી, પરંતુ ત્યાં ૧૮૫૦ પછીના મીર્દન આર્ટ મોટો ખજાનો છે.

    ૧૯૭૪માં બેંગ્લોરમાં શરૂ થયેલું મ્યુઝિયમ શાશ્વતી નારી જીવનને લગતી સામગ્રી, સંદર્ભો અને ભારતની મહાન નારીઓની જીવન ઝલક બતાવે છે.

    દિલ્હીમાં પણ કેટલાક મ્યુઝિયમો છે જે જોવા જેવાં છે, નિરાંતે જોવા જેવા છે મહાત્મા ગાંધી સંગ્રહાલય ગાંધીજીનાં જીવનની અનેક સ્મૃતિઓ સાચવીને હજી ધબકે છે. ગાંધીજીના આફ્રિકા ગયા પહેલાથી શરૂ કરી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધીની તસ્વીરો તવારિખ, પત્રો, પ્રવચનો પત્રો ત્યાં છે.

    બિરલા હાઉસ જ્યાં ગાંધીજીનું મૃત્યુ થયું હતું તે સ્થળ જોવા લોકો ઊમટે છે પ્રાર્થનાસભાનું સ્થળ છે, ગાંધીજીનાં પગલાં ઉપસાવ્યા છે, કેટલાં ડગલાં ચાલ્યાં પછી ગાંધીજી પર ખાખી ચડ્ડી, વ્હાઈટ શર્ટ અને કાળી ટોપી પહેરાવાની ટેવ ધરાવતા નથુરામ ગોડસેએ ગોળી ચલાવી હતી. તે સ્થળ પણ યથાવત રખાયું છે. અને આપણે ઓપન એર મ્યુઝિયમ કહી શકીએ, એ બિરલા હાઉસમાં સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચે જે રૂમમાં છેલ્લી ચર્ચાઓ થઈ તે રૂમ પણ છે...

    ઇન્દિરા ગાંધી મેમોરિયલ ભારતની આઝાદી પછીની મહત્વની ઘટનાઓ તેમજ સ્વયં ઘટના બનીને જીવેલાં ઇન્દિરાજી જયારે ઇન્દુ હતા ત્યાર તસવીરો, કોંગ્રસના પ્રમુખ તરીકે નેહરુનાં પ્રિયદર્શિની તરીકે અટલજીએ આપેલી ઉપમા મુજબ દુર્ગાદેવી તરીકે તેમણે જે જે કર્યું તેની તસવીરો છે. કટોકટી, તે પછી થયેલી ચૂંટણી અને અન્ય અનેક રાષ્ટ્રીય ઘટનાઓની નોંધ દેશની જુદી જુદી ભાષાનાં વર્તમાન પત્રોએ કઈ રીતે લીધી હતી તે છે. ઇન્દિરા ગાંધી મેમોરિયલમાં તેમની હત્યા પછીની તસવીરો છે, જ્યાં તેમનો દેહ ગોળીઓની છલ્લી થઈને પડી ગયો તે સ્થળ કાચની પેટીનું આવરણ મૂકી સાચવી રખાયું છે.

    મૃત્યુ પામ્યા ત્યારે તેમણે પહેરેલી સાડી ચપ્પલ હાથમાં રાખેલું પર્સ પણ આ મ્યુઝિયમમાં છે. તેમનું વાંચનાલય, વિચારખંડ પણ બહારથી જોવા મળે છે.

    માત્ર દિલ્હી જ નહીં હૈદરાબાદ, બેંગલોરમાં મ્યુઝિયમો પણ ભવ્ય છે, પુરાણો અને ઇતિહાસ ત્યાં જીવી રહ્યો છે. ભારતનો ઇતિહાસ ભવ્ય છે, ભૂતકાળ દેદિપ્તમાન છે અનેવ તેની સાબિતીઓ આ મ્યુઝિયમોમાં જીવે છે પરંતુ સરકાર અને લોકો વચ્ચે મ્યુઝિયમની ઉપેક્ષા કરવાની જાણે હરીફાઈ છે. ૧૯૫૬માં સરકારે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ મ્યુઝિયમ રચ્યું છે પણ સાચા અર્થમાં સારી રીતે મ્યુઝિયમની જાળવણી થતી હોવાના દાખલા ઓછા હોય છે અને આપણે પર બાર્ગેનિંગ કરાવે છે કે મંદિરોમાં દર્શન કરે છે તેવી ઉત્કંઠાથી મ્યુઝિયમ જોતા નથી. સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમોનાં ઇતિહાસ પર પી.એચ.ડી. થયેલા ડૉ. ઈલા વછરાજાની કહે છે મ્યુઝિયમની શાસ્ત્રોક્ત વ્યાખ્યા મુજબ મ્યુઝિયમ કે તેના ક્યુરેટરનું કામ સંશોધન અને સંગ્રહ કરી. તે વસ્તુ સાચવવાનું અને સૌથી અગત્યનું તો એછે કે, તેનું સારી રીતે ડિસ્પ્લે કરવાનું છે. પરંતુ તેવું અહીં ઓછું જોવા મળે છે અને લોકો પણ ઐતિહાસિક પુરાતત્વ ખજાના તરીકે જોવાના બદલે મ્યુઝિયમને પાર્ટ ટાઇમ ગણે છે.

    આ વાત આપણે કોઈ પ્રવાસ દરમિયાન અનુભવી પણ શકીએ છીએ. ગુજરાતની બહાર કે ગુજરાતમાં પ્રવાસ કરનાર સહેલાણીઓ પણ મ્યુઝિયમમાં રસથી જતાં નથી. ૧૮૭૭માં સ્થપાયેલું કચ્છનું મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે કચ્છનું ચલણ, વાદ્યો, શસ્ત્રો, ભારત પાક યુદ્ધની સ્મૃતિઓ, કચ્છનું લોકજીવન અહીં જોવા મળે છે પણ હમીરસરની પાળે રોજ જતાં ભૂજવાસીઓ મ્યુઝિયમમાં લાંબા અંતરે તેના બેડરૂમ, તેમના હુક્કા. વગેરે છે.

    અહીં જુદા જુદા આકારો દેખાય તેવા અરીસા છે એટલે તેનું નામ આયના મહેલ પણ છે. જૂનાગઢમાં દરબાર હોલ છે. નાવાબની સભાની સીટિંગ એરેન્જમેન્ટ તે સમયે હતી તેજ આજે સચવાયેલી છે. રાજકોટનું વોટસન મ્યુઝિયમ ૧૮૮૫માં સ્થપાયું હતું. રિંગ રોડ પર જિંદગીની અનેક સાંજ વિતાવનાર સહુ રાજકોટવાસીઓ પોતે કે પોતાના પછીની પેઢી અહીં સંગ્રહિત સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર જોવા માટે બહુ દરકાર કરતાં નથી.

    ભારતમાં ૧૭૪ અને ગુજરાતમાં બહુહેતુક ૫, કલા અને ઈતિહાસને લગતા ૪ નૃવંશ શાસ્ત્રીય ૩, પ્રાકૃતિક ૧ અને ટેકસ્ટાઈલસનું એક મ્યુઝિયમ છે ઉપરાંત અમદાવાદમાં ખાસ પતંગ મ્યુઝિયમો રાજાઓની ખ્વાહિશ પ્રમાણે બન્યા હતા, અને કમનસીબી એ રહી છે કે આપના દરેક યુગમાં ભૂતકાળ વાગોળવાનો જ વારો આવ્યો છે.

    એટલે મ્યુઝિયમોમાં પણ એજ છે. બાકી શાસ્ત્ર ભાતીગળ વસ્ત્ર કે બાયોલોજી મ્યુઝિયમના સ્થાન ધરાવે છે. લંડનનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પણ વિશ્વના ૧૦ મ્યુઝિયમોમાં સ્થાન ધરાવે છે. ફિલાડેલ્કિયામાં નેચરલ સાયન્સ એકેડેમી છે જેમાં માછલી, માખી, જીવાણુઓની ન હતી છેલ્લા સિબિયામાં બટર ફ્લાય ઇન્સેકટ મ્યુઝિયમ છે જેમાં ૯૦૦૦ જેટલી માખીઓનું નિદર્શન છે.

    ઉત્તર પ્રદેશના સહારપૂરમાં પોસ્ટલ મ્યુઝિયમ છે જેમાં બ્રિટિશ સલ્તનત વખતની ટપાલ પેટી, ટપાલ ટિકિટ, ટપાલીઓની બેગ છે. પતિયાલામાં ૧૯૭૨માં સ્થપાયેલા સ્પોર્ટ્સ મ્યુઝિયમમાં ભારતની ટીમે ૧૯૭૨માં હોકીમાં મેળવેલા સુવર્ણ ચંદ્રક સહિતની ધરોહરો ત્યાં છે.

    વહી જતાં સમયને પરિવર્તન પામતી સ્થિતિને રોકવું અશક્ય છે અને જગતભરનાં રહસ્યોને પામવા પણ મુશ્કેલ છે. મ્યુઝિયમ આ મુશ્કેલી કંઈ અંશે સરળ બનાવે છે. આમ હુઓ તો અ બ્રહ્માંડમાં શાશ્વત કંઈ પણ હોય તો તે સમય છે જે મ્યુઝિયમમાં જોઈએ શકાય છે. શાશ્વત સમય જ ઈશ્વર છે, જે મ્યુઝિયમમાં જીવે છે.


0 comments


Leave comment