45 - ફરતો લીલો સુક્કો માણસ / મનોજ ખંડેરિયા


ફરતો લીલો સુક્કો માણસ
સપનાનો લઈ ભુક્કો માણસ

ભવ્ય ઇમારતનો જાણે આ
જૂનો પાનો રુક્કો માણસ

નવરા બેઠેલા ઈશ્વરનો-
એક રૂપાળો તુક્કો માણસ

મત્ત ગડાકું જેવાં સ્મરણો
પીધા કરતો હુક્કો માણસ

રોજ અરીસા સામે ઊભી
રોજ ઉગામે મુક્કો માણસ


0 comments


Leave comment