82 - ચંદન ચારુ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


અંતર કેરા ભાઈ, ઓરસિયા પર
ઘસો રે હરિ કેરું નામ,
ચંદન ચારુ ઊતરે હો જી.

મરમ- વ્યથાળા આંસુ ભીતર ઉતારો,
જોજો એ છલવો નકામ. -
ચંદન ચારુ ઊતરે હો જી.

હળવી હથેળી વાળી ચંદન નિતારો,
લેપી દો અંગડે તમામ. -
ચંદન ચારુ ઊતરે હો જી.

મર રે ચોગમ તૃષ્ણા તાપ તપાવે,
સરોદ, છે શાતા અવિરામ. -
ચંદન ચારુ ઊતરે હો જી.


0 comments


Leave comment