88 - દીવડીએ રંગ રાખ્યો / મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’


મારી દીવડીએ રંગ રાખ્યો.

સાવ સોનાનો સૂરજ ઝાંખો રે,
સાવ રૂપાનો ચાંદો પાંખો રે,
સાવ ઝાંખા સિતારા લાખો રે,
મારી દીવડીએ રંગ રાખ્યો.

આમ જુઓ તો કોડીની મૂલે;
કાળી ને કૂબડી કોણ કબૂલે ?
એમાં જ્યોતિ અમૂલખ ઝંખ્યો રે :
મારી દીવડીએ રંગ રાખ્યો.

જીવણ દીધો એ ઝળ જ્યોતિ;
ગોતણ એને શકે નવ ગોતી;
એના કિરણે અલખ પથ દાખ્યો રે :
મારી દીવડીએ રંગ રાખ્યો.


0 comments


Leave comment