98 - અગ્નિ / મનોજ ખંડેરિયા


આંગળીમાંથી અવતર્યો અગ્નિ
અક્ષરો થઈને વિસ્તર્યો અગ્નિ

લોહી ઉષ્મા સભર વહે કાયમ
રગરગે કોણે આ ભર્યો અગ્નિ

હું જ સળગું ને મેં જ સળગાવ્યો
હું જ વિસ્તારું મેં ધર્યો અગ્નિ

હાથ લંબાવું હાથ મેળવવા,
અગ્નિ બાજુએ સંચર્યો અગ્નિ

આગ પ્હેરી લીધી છે બળબળતી,
વસ્ત્ર ખંખેરતાં ખર્યો અગ્નિ

શ્વાસનો યજ્ઞ રાત દી ચાલે,
તેં સતત પ્રજ્વલિત કર્યો અગ્નિ

અગ્નિ –શામક ન કામ લાગ્યાં કૈં,
કોઈ પણ રીતે ના ઠર્યો અગ્નિ

પાણીમાં ઓર સળગી ઊઠેલો,
અગ્નિમાં આખરે ઠર્યો અગ્નિ


0 comments


Leave comment