30 - કેવું કેવું ઝીલનારા થઈ ગયા / અંકિત ત્રિવેદી


કેવું કેવું ઝીલનારા થઈ ગયા,
જાતને ઘોળી પીનારા થઈ ગયા.

એમની સંગતનો જાદુ ઓસર્યો,
દોસ્ત પણ કેવા બિચારા થઈ ગયા!

આપણે કેવું વહ્યા કે શું કહ્યું?
પાણીની વચ્ચે કિનારા થઈ ગયા.

ઓળખીતી લાગણી જેવા દિવસ,
ફેરવીને બોલનારા થઈ ગયા.

એ સભાનો રંગ કંઈ જુદો હતો,
ચૂપ હતા તો પણ દુબારા થઈ ગયા


0 comments


Leave comment