37 - દૃશ્યનું કપડુંય ચીંથરેહાલ છે / અંકિત ત્રિવેદી


દૃશ્યનું કપડુંય ચીંથરેહાલ છે,
જો શરમની કેવી ખુલ્લી ચાલ છે!

ખોબા જેવા છાંયડે બોલ્યો સમય,
તારે માટે બસ વીતેલી કાલ છે.

આંખમાં આંજી ખુમારી તો થયું,
આપણું હોવુંય માલામાલ છે.

સાવ ખુલ્લું મન લઈ ફરતાં હતા,
કોણ જાણે કેમ ત્યાં દીવાલ છે?

તું જે સમજે છે એ તારો છે વિચાર,
તું વિચારે છે એ તારો ખ્યાલ છે


0 comments


Leave comment