38 - જળ વગર પણ પાળ જેવું હોય પણ / અંકિત ત્રિવેદી


જળ વગર પણ પાળ જેવું હોય પણ,
શબ્દને ભૂતકાળ જેવું હોય પણ.

ક્યાંય પણ ડમરી નથી ઊડી છતાં,
આંખમાં રેતાળ જેવું હોય પણ.

લાવ શોધી આપ મારે છે જરૂર,
ક્યાંક તારી ભાળ જેવું હોય પણ.

એ જ બીકે સ્વર્ગમાં જાવું નથી,
રોજની ઘટમાળ જેવું હોય પણ.

ના, નહીં પ્હોંચી શકું તારા સુધી,
ઉંબરો, પરસાળ જેવું હોય પણ.

માછલીની જાળ માછીમારના,
શ્વાસની જંજાળ જેવું હોય પણ.


0 comments


Leave comment