41 - આપણી મહેફિલને માણું કઈ રીતે? / અંકિત ત્રિવેદી


આપણી મહેફિલને માણું કઈ રીતે?
કંઠમાં ડૂમો ને ગાણું કઈ રીતે?

ઝેરને પળપળ પીવું છું તે છતાં,
હું મને ખુદને વખાણું કઈ રીતે?

તું મને સમજાય ના એવું બને!
તું મને સમજે ઉખાણું કઈ રીતે?

જે કદી સોંપી દીધેલું કોઈને,
એ હૃદયની વાત જાણું કઈ રીતેે?

જેનું સોપો પાડવાનું કામ છે,
દર્દમાં એ જઈ સમાણું કઈ રીતે?


0 comments


Leave comment