43 - આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે? / અંકિત ત્રિવેદી


આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે!

એક પળ મારાથી જે અળગા નથી રહ્યા,
એ કહે તારા વગર જીવી શકાય છે.

જે હંમેશાં યાદ રહેવાનું જ હોય છે,
એ બધું ક્યારેક તો ભૂલી જવાય છે.

ઊડવા આકાશ આપે તું છતાંય પણ,
કેમની આ કોઈની પાંખો કપાય છે?

આજ પડછાયાને પરસેવો વળી ગયો,
નામ મારું મારાથી અળગું કરાય છે.


0 comments


Leave comment