32 - થાય, એવું તો બધાને થાય છે / દિનેશ કાનાણી


થાય, એવું તો બધાને થાય છે
જીવ્યા એવું ક્યાં ફરી જીવાય છે !

જે અહમથી ઊંચકાયા હોય છે
ઠોકરો પર ઠોકરો બસ ખાય છે

જિંદગી ઘૂંટાય છે એવું ન માન
આ સમયથી આયખું ભૂંસાય છે

હું પ્રતીક્ષા એટલે કરતો નથી
જે હશે મળવાનું, મળતું જાય છે

એટલો લાંબો થયો દિવસ હવે,
રાત પણ બે-ચાર પળ રોકાય છે !


0 comments


Leave comment