33 - જડ થયેલી માન્યતાને રામ રામ / દિનેશ કાનાણી


જડ થયેલી માન્યતાને રામ રામ !
ખોખલી સૌ સભ્યતાને રામ રામ !

લે, હવે મેળો ભરે છે મન બધે,
તે દીધેલી શૂન્યતાને રામ રામ !

હસ્તગત હોતી નથી આ તક અને,
તક તરફની શક્યતાને રામ રામ !

હું શિખર પર સ્થિર જ્યાં થાતો ગયો,
આ ધરાની ધન્યતાને રામ રામ !

વાદળોમાં સૂર્ય ઠેબા ખાય છે,
ઝળહળી એ દિવ્યતાને રામ રામ !


0 comments


Leave comment