34 - પૂર્વમાંથી નીકળીને આવશે / દિનેશ કાનાણી


પૂર્વમાંથી નીકળીને આવશે,
આવશે તો ઝળહળીને આવશે.

આવશે તો આવશે ને આવશે,
એ બધેથી ખળભળીને આવશે.

આ અહીંયા તો ગમે છે એટલે,
ક્યાં જશે ? પાછા વળીને આવશે.

ક્યાં ફિકર છે કઈ તરફથી આવશે ?
ઢાળ છે અહીં તો ઢળીને આવશે !

ઘર સફરનો આખરી મુકાન છે,
ઘર તરફ એ ટળવળીને આવશે !


0 comments


Leave comment