35 - ઈશ્વરી સંકેત મળતા નથી / દિનેશ કાનાણી


ઈશ્વરી સંકેત મળતા નથી,
દોસ્ત ! મંદિરોય ગમતાં નથી !

આ થયું શું બાળકોને, જુઓ;
રમકડાઓથીય રમતાં નથી !!

કોઈનો હોઈ શકે એ પ્રભાવ,
આપમેળે ફૂલ ખરતાં નથી !

ક્યાં જવાનું હોય ને ક્યાં ગયાં !
આ જખમ તો ક્યાંય ઠરતાં નથી.

લાગણી છે એથી ઝૂકી ગયાં,
આમ કોઈથીય ડરતાં નથી.

તું બધાનાં ભાગ્ય વાંચી શકે,
પણ લખેલા લેખ ફરતાં નથી.

એ મનોમન હોય છે બહુ ઉદાસ,
પણ મને કંઈ વાત કરતાં નથી !


0 comments


Leave comment