41 - ભર વસંતે પાનખરની યાદ આવે / દિનેશ કાનાણી
ભર વસંતે પાનખરની યાદ આવે,
અંધજનની આંખમાં કાં ચાંદ આવે ?
ત્યકતાના થીજી ગયેલા કંઠમાંથી,
‘આવશો ક્યારે તમે ?’ એ સાદ આવે !
સાંજ પડતર હોય છે કાયમ અહીંયા,
રોજ સાંજે માણસો બરબાદ આવે !
વાર લાગે છે અને રસ્તો જતો રહે,
ને ઉપરથી આપનો અવસાદ આવે !
આંખ ખાલી થઈ ગયેલો કોઈ કૂવો,
તોય પનિહારી અહીં એકાદ આવે !
ક્યાં વધારે કોઈ મારી માગણી છે ?
હો જરૂરી એટલો ઉન્માદ આવે.
0 comments
Leave comment