37 - તળેટી જતાં એવું લાગ્યા કરે છે / મનોજ ખંડેરિયા


તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો-
જગત ના દિસે તો ય જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યાં મોરપીંછાં,
છતાં એમ ક્યાં કોઈ માગ્યા કરે છે

ભૂતળ મર્મ જેવો પદારથ ન એકે’,
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા,
જમાનો તો બીજું ય માગ્યા કરે છે


0 comments


Leave comment