44 - જિગરની વચોવચ ખુમારી પડી છે / દિનેશ કાનાણી


જિગરની વચોવચ ખુમારી પડી છે
મને જિંદગીની સવારી નડી છે !

રહે સહુ ખખડતા ક્ષણોની થપાટે
ખરેખર સમયજી તમારી ઘડી છે

પડી ગઈ વિસારે બધીયે દિશાઓ
ગગનમાં પતંગો અમારી ચડી છે

નયનમાં હવે ઊંઘ પણ જાગવાની
સળગતી હંમેશા પથારી જડી છે

નથી દર્દ બીજું કશુંયે અમોને
તમારા વિરહની કટારી અડી છે !


0 comments


Leave comment