46 - લાલ જાજમ પાથરીને બેઠાં છીએ / દિનેશ કાનાણી
લાલ જાજમ પાથરીને બેઠાં છીએ,
કે ગુનાઓ આચરીને બેઠાં છીએ !
જોવા મળશે વાદળોના હાડપિંજર;
એમ દરિયા આંતરીને બેઠાં છીએ !
ફેફસામાં પ્રાણ ફૂંકાશે ગુલાબી;
એટલી છે ખાતરી ને બેઠાં છીએ.
જડ અને ચેતન બધું આફરીન આફરીન,
એક ચીલો ચાતરીને બેઠાં છીએ.
દિલથી આદતવશ હતાં એવા અમે કે-
દુઃખ બધાનાં છાવરીને બેઠાં છીએ.
0 comments
Leave comment