47 - હું સલામત સ્થળની શોધ કરતો હતો / દિનેશ કાનાણી


હું સલામત સ્થળની શોધ કરતો હતો,
ફેફસામાં દર્દને ભરતો હતો !

મેં તમારી માન્યતાઓ અવગણી,
તે પહેલાં જાતથી ડરતો હતો !

થઈ દિશાહિન આ તરફ ને એ તરફ,
હું અનાવૃત એકલો ફરતો હતો.

ઠેસ વાગી દોસ્ત ! દરિયામાં મને !!
‘ટાઈટેનિક પ્યાર’ ત્યાં તરતો હતો!!!

કેટલો ગમગીન થઈ ગ્યો ઓરડો ?
વાત હું એકાંતની કરતો હતો !


0 comments


Leave comment