48 - રંગ લઈને રોજ તારી યાદના / દિનેશ કાનાણી


રંગ લઈને રોજ તારી યાદના
ચિત્ર દોરું છું હવે વરસાદના

આ સમયની એ જ મોટી ધાક છે
કારણો શોધ્યાં કરે સંવાદના !

વૃક્ષથી ખરતાં રહેલાં પાંદડાં
છે પુરાવા સેંકડો ઉન્માદના !

જિન્દગીને આવકારો આપવા
બંધ રાખ્યા બારણાં ફરિયાદના !


0 comments


Leave comment