100 - જળ / મનોજ ખંડેરિયા
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ
ધ્રુવ – પ્રદેશો જેવી ઠંડી પળમાં થીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ.
કાગળની હોડી શી ઇચ્છા સઘળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ
માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ
જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા –
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ
ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો,
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ
ધ્રુવ – પ્રદેશો જેવી ઠંડી પળમાં થીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ.
કાગળની હોડી શી ઇચ્છા સઘળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ
માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ
જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા –
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ
ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો,
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ
0 comments
Leave comment