2.1 - ડાહીગૌરી / મારી હકીકત / કવિ નર્મદ


    લગ્ન ઈ. સ. 1856. વિ. સં. 1912, વૈશાખ સુદ 12; સાસરે રહેતી થઈ સન 1860 માં.
    સૂરતના નાગર ફળિયામાં ગોપનાથ મહાદેવળાળી શેરીમાં પિયર.
    પિતામહ ગૌરીનંદ પંડયા વેદ અને ધર્મશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા, અને સુરતની અદાલતમાં હિંદુ ધર્મશાસ્ત્રના નિષ્ણાત શાસ્ત્રી તરીકે સેવા આપતા હતા.

    પિતા ત્રિપુરાનંદ પ્રખર વેદપાઠી હતા. ત્રિપુરાનંદના એક ભાઈ મણિનંદ પુણે અને કોલ્હાપુરની અદાલતમાં શાસ્ત્રી હતા. બીજા ભાઈ લલિતાનંદ મુંબઈની હાઈકોર્ટમાં હિંદુ ધર્મશાસ્ત્રના નિષ્ણાત શાસ્ત્રી તરીકે સેવા આપતા હતા. તેમણે પુનર્વિવાહ શાસ્ત્રસંમત છે તેવું સ્થાપિત કરતો ગ્રંથ `સૌભાગ્યરત્ન’ સંસ્કૃત અને મરાઠીમાં લખ્યો હતો. તેમના પુત્ર ઇન્દિરાનંદ નર્મદના શિષ્ય સમાન હતા.

    તેના હસ્તાક્ષરની નોંધમાં ભાષાશુદ્ધિ અને સુઘડ લખાવટ ધ્યાન ખેંચે છે. નર્મદ સાથેની સ્ત્રીના ધર્મ વિશેની ચર્ચામાં તેની તાત્ત્વિક સમજ પ્રતીત થાય છે જે વિદ્વાન પરિવારના શિક્ષણ અને ધર્મના સંસ્કાર પ્રગટ કરે છે.

    ડાહીગૌરી ગૌરવર્ણની, એકવડા બાંધાની હતી.


0 comments


Leave comment