22 - જોજન લાંબા રસ્તા ઊછળે તારી મારી વચ્ચે / મનોજ ખંડેરિયા
જોજન લાંબા રસ્તા ઊછળે તારી મારી વચ્ચે
પગલાં પગલાં પગલાં ઊછળે તારી મારી વચ્ચે
આમ કશું ના વચ્ચે તો યે આડા અમથા આવે,
અણદીઠા પડછાયા ઊછળે તારી મારી વચ્ચે
દ્રશ્ય ચરી ધુમ્મસના ધોળા ધણ ધીંગા આડેધડ-
ઊભા આડા અવળા ઊછળે તારી મારી વચ્ચે
આંખ અટકતી અલપઝલપમાં ; જીવ પવનમાં ફરફર,
મલમલના કૈં પરદા ઊછળે તારી મારી વચ્ચે
મળવું નામે નૌકા કાણી – હાલક ડોલક જીવતર,
ઘૂઘવતી કૈ ઘટના ઊછળે તારી મારી વચ્ચે
કયા–માયા–ઇચ્છા–સપના–તૃષ્ણા–પીડા–આંસુ,
સાત છલોછલ દરિયા ઊછળે તારી મારી વચ્ચે
પગલાં પગલાં પગલાં ઊછળે તારી મારી વચ્ચે
આમ કશું ના વચ્ચે તો યે આડા અમથા આવે,
અણદીઠા પડછાયા ઊછળે તારી મારી વચ્ચે
દ્રશ્ય ચરી ધુમ્મસના ધોળા ધણ ધીંગા આડેધડ-
ઊભા આડા અવળા ઊછળે તારી મારી વચ્ચે
આંખ અટકતી અલપઝલપમાં ; જીવ પવનમાં ફરફર,
મલમલના કૈં પરદા ઊછળે તારી મારી વચ્ચે
મળવું નામે નૌકા કાણી – હાલક ડોલક જીવતર,
ઘૂઘવતી કૈ ઘટના ઊછળે તારી મારી વચ્ચે
કયા–માયા–ઇચ્છા–સપના–તૃષ્ણા–પીડા–આંસુ,
સાત છલોછલ દરિયા ઊછળે તારી મારી વચ્ચે
0 comments
Leave comment