91 - ઝગારા મારતી પળમાં અમે ઊતરી ગયા ઊંડે / મનોજ ખંડેરિયા


ઝગારા મારતી પળમાં અમે ઊતરી ગયા ઊંડે
ફક્ત એક બિંદુ ઝાકળમાં અમે ઊતરી ગયા ઊંડે

અહીં પ્હેરી સતત ફરતા રહ્યા ને જાણ’બારા સાવ
જૂના પ્હેરણની એ સળમાં અમે ઊતરી ગયા ઊંડે

અમારું પૂછજે જળની લહરને ઠામઠેકાણું
ઉપરની ખાલી ખળખળમાં અમે ઊતરી ગયા ઊંડે

પતાળે સાતમા પ્હોંચી રહ્યા હો એવું લાગ્યું’તું
ત્વચાની તાજી સળવળમાં અમે ઊતરી ગયા ઊંડે

પરોવી સોઈ લીધી આભ –આંજ્યા વીજ –ઝબકારે
પરંતુ એની ઝળહળમાં અમે ઊતરી ગયા ઊંડે

હતું ઊંડાણ ચકરાતું અજબ નવઘણ – કૂવા કરતાં
ન ધાર્યું એવું કાગળમાં અમે ઊતરી ગયા ઊંડે


0 comments


Leave comment