25 - અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠુંઠ કીધું / મનોજ ખંડેરિયા
અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠુંઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું
સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !
ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું ;
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું
સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઈ મેં એકનું ઊંઠ કીધું
જનમ ને ગઝલ દઈ ને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું
સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !
ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું ;
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું
સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઈ મેં એકનું ઊંઠ કીધું
જનમ ને ગઝલ દઈ ને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું
0 comments
Leave comment