2 - પ્રકાશીય નિવેદન / બાવળ વાવનાર અને બીજીવાર્તાઓ / હર્ષદ ત્રિવેદી


    શ્રી જનક ત્રિવેદીનો વાર્તા સંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજીવાર્તાઓ’ ગુજરાત સાહિત્ય અકાદમીએ ૧૯૯૫માં પ્રગટ કરેલો. આ વાર્તાઓએ ગુજરાતી વાચકોને એક જુદી જ સૃષ્ટિનો અનુભવ કરાવ્યો હતો. જનકભાઈ પોતે રેલ્વેમાં નોકરી કરતા હતા. રેલ્વેની નોકરી કરતાં કરતાં એમણે જે જગત જોયું એને વાર્તાના રસાયણમાં ઘોળીને વાર્તાઓ લખી હતી. જે તે સમયે પણ આ વાર્તાઓ નોંધ પાત્ર બની રહી હતી.

    શ્રી જનક ત્રિવેદીએ ડાયરી પણ લખી છે. પરંતુ એમનો મુખ્ય રસ તો વાર્તાસર્જનનો જ હતો. આ સંગ્રહનું પુનર્મુદ્રણ કર્તા આનંદ અનુભવું છું. લેખકના પરિવારના સદસ્યોનો આભાર માનું છું. ચંદ્રિકા પ્રિન્ટરીએ આટલું સુંદર છાપકામ કરી આપ્યું તે માટે આનંદ વ્યક્ત કરું છું.
- હર્ષદ ત્રિવેદી
મહામાત્ર


0 comments


Leave comment