33 - હાથ શું ઓચિંતી એવી ચીજ થઈ / મનોજ ખંડેરિયા
હાથ શું ઓચિંતી એવી ચીજ થઈ
આ હથેળી આયના જેવી જ થઈ
વાદળો ઘનઘોર ઘટનાનાં હતાં,
એક મનમાં પંક્તિ ઝબકી વીજ થઈ
એ ઊગ્યાની સાથ ક્ષણમાં આથમે,
વાત જે નીકળી અષાઢી-બીજ થઈ
નિત્ય અણજાણ્યાની પાછળ લઈ જતી-
જે તરસ કંઠે ઝૂલે તાવીજ થઈ
કાલ ઘન-ઘેઘૂર વડલો થઈ જશે,
શબ્દ માટીમાં પડ્યો જે બીજ થઈ
આ હથેળી આયના જેવી જ થઈ
વાદળો ઘનઘોર ઘટનાનાં હતાં,
એક મનમાં પંક્તિ ઝબકી વીજ થઈ
એ ઊગ્યાની સાથ ક્ષણમાં આથમે,
વાત જે નીકળી અષાઢી-બીજ થઈ
નિત્ય અણજાણ્યાની પાછળ લઈ જતી-
જે તરસ કંઠે ઝૂલે તાવીજ થઈ
કાલ ઘન-ઘેઘૂર વડલો થઈ જશે,
શબ્દ માટીમાં પડ્યો જે બીજ થઈ
0 comments
Leave comment