66 - ક્યાંથી પુદ્દ્ગલ એનું હું બાંધુ જરા / મનોજ ખંડેરિયા


ક્યાંથી પુદ્દ્ગલ એનું હું બાંધુ જરા
મીણના માણસની ઓગળતી કથા

એ હવે ક્યાંથી છૂટે આખર સુધી ?
આ દીવાલો ઘરની થઈ ગઈ છે ત્વચા

કાળની વ્હેતી નદીનું મૂળ છું,
એમ તારે હાથ આવું શે ભલા ?

એ વખત જાતાં કમળ થઈને ઊગ્યાં,
જે કદી પ્રતિબિંબ ડહોળાઈ ગયાં

કાવ્યનું તાવીજ કંઠે બાંધીને –
વશ કરી લીધો મને તેં વિશ્વમાં !


0 comments


Leave comment