23 - રહ્યો આંસુમાં રંગ સોનેરી પ્રસરી / મનોજ ખંડેરિયા
રહ્યો આંસુમાં રંગ સોનેરી પ્રસરી
અમારામાં ડૂબી છે સોનાની નગરી
મલય હોઉં એવો થવા લાગ્યો છે ભ્રમ,
ઊઠી રહી છે મુજમાંથી કૈં શીળી લહેરી
ઉપર સાવ અકબંધ ; ના છિદ્ર એકે’,
ભીતર ક્યાંથી મનમાં જતી રોજ ભમરી
અમે નીકળ્યાં ફૂલની જાતરાએ,
કર્યું સ્નાન, જ્યાં જ્યાં મળી મ્હેક નકરી
જતનથી હું જાળવતો પ્હોંચી જઈશ ત્યાં,
ગઝલ તો છે એક મુઠ્ઠી તાંદુલની ગઠરી
અમારામાં ડૂબી છે સોનાની નગરી
મલય હોઉં એવો થવા લાગ્યો છે ભ્રમ,
ઊઠી રહી છે મુજમાંથી કૈં શીળી લહેરી
ઉપર સાવ અકબંધ ; ના છિદ્ર એકે’,
ભીતર ક્યાંથી મનમાં જતી રોજ ભમરી
અમે નીકળ્યાં ફૂલની જાતરાએ,
કર્યું સ્નાન, જ્યાં જ્યાં મળી મ્હેક નકરી
જતનથી હું જાળવતો પ્હોંચી જઈશ ત્યાં,
ગઝલ તો છે એક મુઠ્ઠી તાંદુલની ગઠરી
0 comments
Leave comment