96 - વાયુ / મનોજ ખંડેરિયા
નથી ક્યાંય મળવાનો માણસ કે માણસ હવા છે
ન શોધો વધુ લઈને ફાનસ કે માણસ હવા છે
સમેટાય તો એક ફુગ્ગામાં બાકી તો ક્યારેક –
કરે આભ પીવાનું સાહસ કે માણસ હવા છે
ટહુકી શકે ક્યાંથી ? બહુ બહુ તો સૂચવી શકે એ
નથી મોર, કોયલ યા સારસ કે માણસ હવા છે
હશે અગ્નિ – ક્યારેક આકાશ – પાણી કે માટી –
છતાં અર્થ સહુ વાતના બસ કે માણસ હવા છે
નથી દોસ્ત, સ્હેલી જ એની પ્રતિકૃતિ કરવી
નથી મીણ –ધાતુ કે આરસ કે માણસ હવા છે
નથી ટિપાતો – ઘસાતો – કદી પણ કપાતો –
મૂકો ઘણ – હથોડા ને કાનસ કે માણસ હવા છે
અમે ખાલી ખુલ્લાં મકાનોના સુસવાટા છીએ
અમે તો હવાના જ વારસ કે માણસ હવા છે
ન શોધો વધુ લઈને ફાનસ કે માણસ હવા છે
સમેટાય તો એક ફુગ્ગામાં બાકી તો ક્યારેક –
કરે આભ પીવાનું સાહસ કે માણસ હવા છે
ટહુકી શકે ક્યાંથી ? બહુ બહુ તો સૂચવી શકે એ
નથી મોર, કોયલ યા સારસ કે માણસ હવા છે
હશે અગ્નિ – ક્યારેક આકાશ – પાણી કે માટી –
છતાં અર્થ સહુ વાતના બસ કે માણસ હવા છે
નથી દોસ્ત, સ્હેલી જ એની પ્રતિકૃતિ કરવી
નથી મીણ –ધાતુ કે આરસ કે માણસ હવા છે
નથી ટિપાતો – ઘસાતો – કદી પણ કપાતો –
મૂકો ઘણ – હથોડા ને કાનસ કે માણસ હવા છે
અમે ખાલી ખુલ્લાં મકાનોના સુસવાટા છીએ
અમે તો હવાના જ વારસ કે માણસ હવા છે
0 comments
Leave comment