5 - પરપોટા-કથા / રમેશ આચાર્ય


છોકરાંઓએ માટીની કુલડીમાં સાબુના ફીણમાં
કાચની ભૂંગળીઓ બોળી,
ઊંચી કરી,
પરપોટા છોડવા શરૂ કર્યા.
પરપોટે પરપોટે થયો ચમત્કાર
પરપોટે પરપોટે જન્મ્યા
અનેક આકાર
અને થઈ સાકાર
મારા ગામની શેરી,
મારા ગામની શેરીની હનુમાનજીની દેરી
મારા ગામની નિશાળ,
મારા ગામની નિશાળની,
અમે ચડીને-અડીને બેસતા તે,
વંડીની પાળ
તેને અડીને લટકતી આંબલીની ડાળ
આંબલીની ડાળે હીંચવા હું હાથ લંબાવું
ત્યાં તો પરપોટા ફૂટે
અને બધું
કડડભૂસ થઈ તૂટે...


0 comments


Leave comment