8 - પાછલી રાતે વાણી / રમેશ આચાર્ય


મારા ઓરડામાં સૂતો સૂતો સાંભળું
મારા ઘરની પછીતે
તમરાંની ત્રમત્રમ બોલી.
ઊડતા આગિયાના અજવાળે
મારી રાતની કાળાશ ઓછી કરું.
રાત વીતતી જાય
ને બોલતી રહે છમછમ.
રાતના છમછમના છમકારે
મારી રાતની નીરવતા ઓછી કરું.
અધરાતે-મધરાતે બોલતા કૂતરાં
પણ એમાં મને સહાયક થાય.
સહાયક થાય ભાંગતી રાતે
શિયાળિયાંની લાળી.
એ બધું પાર કરી આવી પહોંચે મળસ્કે
ભજનની વાણી.
આ બધી લાળી-વાણી વચ્ચે
મારી આંખ મીંચાય-ખૂલે
અને એમ રાત અંધારી ખૂટે.


0 comments


Leave comment