38 - તળેટીના રસ્તે શિલાલેખ વાંચું / મનોજ ખંડેરિયા


તળેટીના રસ્તે શિલાલેખ વાંચું
સમયના અકળ હાથની રેખ વાંચું

બધી વાતના કેન્દ્રમાં એક માણસ
હું જાણે કે મારો જ ઉલ્લેખ વાંચું

હતું, ક્યાં ગયું, એ સરોવર સુદર્શન ?
ન મિથ્યા થતા કાળના લેખ, વાંચું

રહ્યો અબતલક પથ્થરે શબ્દ ગરવો,
મળ્યા ધૂળમાં શાહ ને શેખ, વાંચું

ગયો ક્યાં એ સોનેરી ઇતિહાસ બોલો !
પડી રહી અહીં એની આ મેખ, વાંચું


0 comments


Leave comment