10 - ચડસા-ચડસી / રમેશ આચાર્ય


ઉનાળાની બપોરે શાળાની રીસેસમાં
એક છોકરે
પીપળનું એક પાંદ લઈ
તેનું પિપૂડું બનાવી
પીપળને ખીજવવા
તેની સામે ઊંચું કરી વગાડ્યું.
પીપળે તેના મિત્ર વગડાઉ વાયરાની મદદ લીધી,
દરેક પાંદના પિપૂડાં બનાવી
છોકરા સામે વગાડી બતાવ્યાં.


0 comments


Leave comment