12 - મારી નિશાની / રમેશ આચાર્ય


મારી પાછળ હું મારી કોઈ નિશાની
નથી માગતો છોડી જવા.
છતાં મારી કોઈક નિશાની
રહી જ જશે.
તનતોડ મહેનત કરશે
મારા મિત્રો પણ
સંપૂર્ણપણે ભૂંસવા મારી નિશાની,
છતાં મારી કોઈક નિશાની
રહી જ જશે.
નોકરી દરમિયાન કર્યો છે મેં પુરુષાર્થ,
મૂંગા મોંએ, નફામાં લાવવા મારી બેન્કને,
રસ્તા ઉપર પડેલી કેળાની છાલ,
કોઈ જુએ નહિ તેમ, મેં કચરાપેટીમાં નાખી છે.
ચિંતા ઓછી કરવા મારી મા-ની
વધારીને કહી છે એને મેં મારી આવક.
અપરાધશાસ્ત્રના પુસ્તકમાં વાંચ્યું છે મેં
ગમે તેટલી કાળજી રાખે
કોઈ ગુનેગાર
છોડી જ જતો હોય છે
છતાં
તેની કોઈક નિશાની.


0 comments


Leave comment