13 - રણનો રંગ / રમેશ આચાર્ય


રણમાં નાના નાના ટાપુઓ,
તેમાં વિહરતા પક્ષીઓ:
રણના અગરિયાઓના ભૂલકાંઓનું
પક્ષીઘર,
તેમની જુદા જુદા રંગ પારખવાની
રંગપેટીઓ.
નાનાં ભૂલકાંઓને
નાની નાની પગલીઓ
પાડતા શીખવતા તજ્જ્ઞો.
નાની નાની ઠેક લેતા શીખવે,
જે મળે તે કટક-બટક કરતા શીખવે.
રણના પક્ષીઓના અનેક રંગ,
તેમાં ભળે અગરિયાઓના
રંગ વગરના ભૂલકાંઓ.
થઈ જાય કેવળ એક જ રંગ,
નેતિ નેતિનો રંગ:
રણનો રંગ.


0 comments


Leave comment