14 - બગલા પક્ષીની વડછડ / રમેશ આચાર્ય


રણમાં મીઠાની બિછાવેલી સફેદ જાજમ પર
બગલાને બહુ ફાવી ગયું.
એણે તેના નાતા-મોવાળવાળી
કાળી પાન બગલીને બોલાવી.
કાળી પાન બગલીએ કહેરાવ્યું:
એ નહિ આવે,
ત્યાં તો પેલો ‘ચમચો’ છે.
બગલાએ ફરી મોકલ્યું કહેણ:
તું માન મારું વેણ.
અરે, અહીં તો છે મોટા ‘હંજ’
અહીં તો છે નાના ‘હંજ’
અહીં તો છે મીઠાનાં મોટા ગંજ.
અહીં માણસને દિવસ કાઢવા કાઠા,
અહીં આપણે પક્ષીઓને દિવસ હોય છે માઠા.
અહીં દિવસ તો ઠીક, રાત હોય છે મોટી બલા,
હું કહું છું આવી જા;
આપણે એકથી બે ભલા.

* એ નામના પક્ષીઓ


0 comments


Leave comment