18 - તેજ અને ભેજ / રમેશ આચાર્ય


ધનુષ્યમાંથી તીર છૂટે એમ
સામેના વડ પરથી છૂટે છે કાગડાઓ.
તૂટી પડે છે મારી આંખો પર.
બાળપણથી આંખોમાં જાળવી રાખેલા
વિસ્મયનો એ કરે નાશ,
વર્ષોથી આંખોમાં સંઘરેલા
તેજને એ છીનવે;
આંખોના ભેજને સૂકવે.
આંખોનાં દૃશ્યોને છિન્નભિન્ન કરે,
ભલે કરે.
પણ કાગડા મારા બાપ,
કાગડા મારા વડવાઓનો શાપ.
કાગવાસ જેમ આંખોનું સઘળું હરી
આંખોને કોરીકટ્ટ કરી
કાગડા ઊડી જાય.


0 comments


Leave comment