1.15 - માટલી / મહેન્દ્ર જોશી


જળનું ગુમાન કરે માટલી !
કોણે કાળઝાળ તરસ્યું ભાંગી છે ભલા આટલી
જળનું ગુમાન કરે માટલી !

ખિસકોલી હોય એ તો કંકર ફેંકીને રહે રાજી
કંકર જે હોય એ તો દરિયો બાંધીને કહે હાંજી
કેમ હોડીનું નામ લઈ હુંકારા કરતી રે કાચલી
જળનું ગુમાન કરે માટલી !

પંખી કોણ ઝાડ પૂછે રે તારો ક્યાં છે મુકામ ?
વાદળને કોણ એમ પૂછે રે તારે જાવું કયે ગામ?
આ તો કાંઠાને એમ થાય પૂછું : કેમ રૂવે છે માછલી
જળનું ગુમાન કરે માટલી!

૨૩/૩/૯૦


0 comments


Leave comment