1.17 - અરજી / મહેન્દ્ર જોશી


અક્ષરવિણ જે અરજી વાંચે
હું ય લખું ના કવિતા સાચ્ચે !

નીરખું એ તો નહીંવત્ નાનું
જાણે કે કીડિયારું છાનું

વણદીઠી વસ્તુમાં રાચે
અક્ષરવિણ જો અરજી વાંચે

વાડ વિના પણ વેલો ઊગે
મૂળ પૂગે તો ક્યાં જઈ પૂગે

ઢળવું અંતે કોના ઢાંચે
અક્ષરવિણ જો અરજી વાંચે

૨૭/૦૯/૨૦૦૪


0 comments


Leave comment