1.18 - બી / મહેન્દ્ર જોશી


ભોં ફાડીને ઊગ્યું એક દિ’
નાળ વિના રે ધગધગતું બી

કાળ ભરખવા કાળ ગરજશે
એમ હતું લાવા ધસમસશે

લે કૈં નથી આ પાણી પી
નાળ વિના રે ધગધગતું બી

મીંડા જેવું દખ ત્રાટકશે
સસલા માથે નભ ખાબકશે

ઘટના આખી ખી ખી ખી... ખી...
નાળ વિના રે ધગધગતું બી

૨૭/૦૪/૨૦૦૪


0 comments


Leave comment